અમદાવાદ / જશોદાનગર બ્રિજ પર લાગેલા જાહેરાતના હોર્ડિંગ્સે બાઈકચાલકનો ભોગ લીધો

  |   Ahmedabadnews

પુત્રને મૂકી ઘરે પરત ફરતા પિતાના બાઈક પર હોર્ડિંગ પડ્યું

સંતુલન ગૂમાવતા નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા

4 દિવસની સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં મોત

અમદાવાદ: શહેરમાં ગેરકાયદેસર લાગેલા જાહેરાતના હોર્ડિગ્સ અને બોર્ડ તમારો જીવ લઈ શકે છે. જશોદાનગર બ્રિજ પર લાગેલા હોર્ડિંગના કારણે જશોદાનગરમાં રહેતા એક વ્યક્તિનુ મોત થયું છે. પુત્રને મૂકીને પિતા બાઇક પર ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે બ્રિજ પર લાગેલું હોર્ડિંગ ઉડીને બાઇક પર આવતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને બાઇકચાલક પિતાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બ્રિજની વચ્ચે જ લાગેલા હોર્ડિગ્સના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે....

ફોટો - http://v.duta.us/-ACF8QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/3sYpcAAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬