અમદાવાદ / નાગરિકો હવે સીધી ફરિયાદ અને પ્રશ્નો આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને કરી શકશે

  |   Ahmedabadnews

આસિ. મ્યુનિસિપલ કમિશનર દરરોજ સાંજે એક કલાક નાગરિકો માટે ફાળવવાનો રહેશે

'વોર્ડ સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ'ની રચના કરાઈ

અમદાવાદ: શહેરીજનોની ફરિયાદો અને તેમના પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવા અને સુચારુ વહીવર માટે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની નિમણુંક કરવામાં આવી છે. હવે કોઈપણ નાગરિક તેમના પ્રશ્નો અને સીધી ફરિયાદ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને કરી શકશે. દરરોજ સાંજે 4થી 5 વાગ્યાના સમયગાળા દરમ્યાન કોઈપણ નાગરિક તેમને મળી ફરિયાદ કરી શકશે. નાગરિકોનું રજીસ્ટર પણ નિભાવવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

ઉપરાંત વોર્ડ કક્ષાએ હવે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના વડપણ હેઠળ 'વોર્ડ સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ'ની રચના કરવામાં આવી છે. જેમાં વોર્ડના તમામ કોર્પોરેટર, આસિ. ઈજનેર, પબ્લિક હેલ્થ સુપરવાઈઝર, એસ્ટેટ ઇન્સ્પેકટર અને ગાર્ડન સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. દર શનિવારે બપોરે સમિતિની બેઠક મળશે જેમાં નાગરિકોની ઓનલાઈન ફરિયાદો, રીઓપન ફરિયાદ, સંસદ સભ્ય, ધારાસભ્ય અને કોર્પોરેટરોની ફરિયાદોનો નિકાલ કરવા કરવા સૂચના આપવામાં આવી છે....

ફોટો - http://v.duta.us/oHNFNQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/QuW18QAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬