અમદાવાદ / હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર દંડ રૂ.500 પણ Rtoની વેબસાઇટ પર દંડની રકમ રૂ.100

  |   Ahmedabadnews

દંડની સુધારેલી રકમથી આરટીઓની વેબસાઈટ અપડેટ જ નથી

નવા ટ્રાફિક નિયમની અમલવારીને આજે 15 દિવસ પૂર્ણ થયા

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના દંડમાં વધારો કરવામાં આવ્યો છે જેનો અમલ રાજ્યમાં 1 નવેમ્બરથી શરૂ થઈ ગયો છે. ટ્રાફિકના નવા દંડની જોગવાઈ મુજબ હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ વગરના વાહનચાલકને 500નો દંડ ફટકારવામાં આવે છે પરંતુ આરટીઓની વેબસાઈટ પર હજી સુધી જુની જોગવાઈ મુજબ 100 રૂ. દંડ જ બતાવે છે જેના કારણે લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે.

જોગવાઈમાં 500થી 1500 દંડ અને વેબસાઇટમાં 100થી 300

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ચેકપોસ્ટ નાબુદી અંગે જાહેરાત કરી તમામ પ્રકિયા ઓનલાઈન કરવામાં આવી હોવાનુ જણાવ્યું છે તેમજ કોઈપણ માહિતી માટે આરટીઓની વેબસાઈટ પર માહિતી મેળવી શકે તેમ કહ્યું છે પરંતુ આરટીઓની વેબસાઈટ જ અપડેટ નથી કરવામાં આવી. આરટીઓની વેબસાઈટ rtogujarat.gov.in પર penalty structure માં હેલ્મેટ વગર, સીટબેલ્ટ વગર, રોંગ સાઈડ ડ્રાઇવિંગ વગેરે માટે જુની જોગવાઈ મુજબ 100 રૂ. દંડ બતાવે છે જ્યારે નવી જોગવાઈ મુજબ 500 અને 1500 જેટલો અલગ અલગ દંડ છે....

ફોટો - http://v.duta.us/ic9I1gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/8aZbAQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬