આણંદ / નુકસાન 55 કરોડનું, વળતર 23.5 કરોડનું જ! 34151 હેક્ટરનો સરવે કરાયો

  |   Anandnews

આણંદ જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદ અને માવઠાથી થયેલા નુકસાનનું 50% વળતર પણ નહીં મળે

34151 હેક્ટરનો સરવે કરાયો, જેમાં 17349 હેક્ટરમાં 33%થી વધુ નુકસાન

પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 13500 અને બિનપિયત વિસ્તારમાં 6500ની સહાય

તંત્રે સરવેનું નાટક કરીને ઉચ્ચક વળતર ફાવે તેમ નક્કી કરી દેતાં ખેડૂતોમાં રોષ

આણંદઃ રાજ્ય સહિત આણંદ જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોને કુદરતી માર પડ્યો છે. તેથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પાકવીમા ઉપરાંત સહાયરૂપે 1 હેક્ટરે પિયત વિસ્તારમાં 13500 અને બિનપિયત વિસ્તારમાં 6500 સહાયની જાહેરાત કરીને ખેડૂતો સાથે છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરાયો છે. ખેડૂતને એક વીઘા ડાંગરના પાક પાછળ અંદાજે 17થી 20 હજાર ખર્ચ થાય છે. તેની સામે એક હેક્ટર 13500ની જાહેરાત કરતાં વીઘે રૂપિયા 3000ની ઓછી સહાય મળે છે. જિલ્લામાં માવઠાના પગલે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમો દ્વારા 351 ગામોમાં 34151 હેક્ટરમાં સરવે કરાયો હતો. જેમાં 33ટકાથી વધુ નુકસાન 17400 હેક્ટરમાં થયું છે. જ્યારે 16751 હેક્ટરમાં 33ટકાથી ઓછું નુકસાન થયું છે....

ફોટો - http://v.duta.us/yH9u7wAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/8JG-bgEA

📲 Get Anand News on Whatsapp 💬