આણંદ: 2 બાઈકો ધડાકા ભેર અથડાતાં 2ના કરૂણ મોત, 2ની હાલત ગંભીર

  |   Gujaratnews

આણંદ જિલ્લામાં અકસ્માતનો ગોજારો બનાવ ભેટાસી-વાસદ રોડ ઉપર આવેલા લીંબીયાવાળા વણાંક પાસે ગઈકાલે રાત્રીના સુમારે બે બાઈકો સામસામે ભટકાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બેના સ્થળ પર જ મોત થયા હતા જ્યારે બેને ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે આંકલાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસના ચક્રોગતિમાન કર્યાં છે.

અકસ્માતની ઘટના અંગે પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ભેટાસી (બા)ખાતે રહેતો અજીતભાઈ જગદીશભાઈ પરમાર ગઈકાલે રાત્રીના સમયે બાઈક લઈને વાસદથી ભેટાસી પરત ફ્રી રહ્યો હતો ત્યારે રાત્રીના અગિયાર વાગ્યાના સુમારે લીંબીયાવાળા વણાંક પાસે સામેથી રોંગ સાઈડે પુરપાટ ઝડપે આવી ચઢેલું પલ્સર બાઈકનું ધડાકાભેર અથડાતા પલ્સર પર સવાર ત્રણ તેમજ અજીતભાઈ રોડ ઉપર પટકાયા હતા જેમાં અજીતભાઈને મોઢા તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતુ. જ્યારે પલ્સર પર સવાર પૈકી એક યુવાનને પણ માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું પણ સ્થળ પર જ મોત થયું હતુ. જ્યારે બેને ગંભીર ઈજાઓ થવા પામી હતી....

ફોટો - http://v.duta.us/2AO_IQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/bs0-kQAA

📲 Get gujaratnews on Whatsapp 💬