આત્મદાહની ચીમકી : પોલીસ અને ફાયરબ્રિગેડે 7 કલાક ફિલ્ડિંગ ભરી

  |   Vadodaranews

નાણાકીય લેવડ-દેવડના કેસના મામલામાં અેક વ્યક્તિઅે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ ગુરૂવારે કલેક્ટર કચેરીમાં આત્મદાહ કરવાની ચીમકી ઉચ્ચારતા 7 કલાક સુધી પોલીસ,ફાયરબ્રિગેડ અને અેમ્બ્યુલન્સના કર્મચારીઓઅે ફિલ્ડીંગ ભર્યા બાદ આખરે બપોરે 4 વાગે કલેક્ટરમાં જ્વલનશીલ પદાર્શ સાથે આવેલા અરજદારને પોલીસે ડિટેઈન કરી લીધો હતો.

પાણીગેટ પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે, હસમુખ સોની નામના અરજદારે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે, તેમનો નાણાકીય લેવડ-દેવડના કેસમાં સામાવાળા પક્ષ પાસેથી તેમનો ચેક પોલીસ પાછો લાવી આપે અને જો પોલીસ આ ચેક પાછો નહી લાવી આપે તો હું આત્મવિલોપન કરીશ.જેના આધારે અરજદારે 14 નવેમ્બરના રોજ કલેક્ટર કચેરીમાં આત્મદાહ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અરજદારની આ ચીમકીના આધારે રાવપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, 108 અેમ્બ્યુલન્સના કર્મચારી અને ફાયરબ્રિગેડનો સ્ટાફ સવારે 9 વાગ્યાથી કલેક્ટર કચેરીના કંપાઉન્ડમાં ગોઠવાઈ ગયો હતો. બપોરે 4 વાગે અચાનક હાથમાં જ્વલનશીલ પદાર્થ લઈને અરજદાર હસમુખ સોની કલેક્ટર કચેરી ખાતે પહોચ્યો હતો. પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્શ છાંટવા જતા પોલીસે તેની અટકાયત કરી હતી....

ફોટો - http://v.duta.us/GRXsTAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/fkB_pAAA

📲 Get Vadodara News on Whatsapp 💬