ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન| શેર બજારમાં અત્યારે તેજીની રૂખ છે, આવા માહોલમાં સારા અને શ્રેષ્ઠ રિટર્ન માટે રોકાણકારોને સલાહ આપી રહ્યાં છે નિષ્ણાતો

  |   Ahmedabadnews

ડાઇ કેમિકલ્સના ઉત્પાદનમાં ગુજરાત મહત્વનું રાજ્ય છે. જોકે, દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોમાં જ ડાય કેમિકલ્સનું સરેરાશ એક લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન થઇ રહ્યું છે જેમાં ગુજરાતમાં 55-60 હજાર મેટ્રિક ટનનું ઉત્પાદન થઇ રહ્યું છે. ઉત્પાદનમાં ટોચના સ્થાને રહ્યાં બાદ ગુજરાતમાં કુલ ઉત્પાદનમાંથી 70 ટકા એટલે કે વેલ્યુની દ્રષ્ટિએ કુલ 25000 કરોડથી વધુના માલોની નિકાસ થઇ રહી હોવાનું કેમેક્સિલના ચેરમેન અજય કડાકિયાએ અમદાવાદ ખાતે યોજાયેલ ઇન્ટરડાઇ એશિયા 2019ના એક્ઝિબિશન દરમિયાન જણાવ્યું હતું. વધુમાં તેઓએ નિર્દેશ કર્યો કે વિશ્વમાં ભારત અને ચીનમાં સૌથી વધુ ઉત્પાદન થઇ રહ્યું છે. ભારત ચીનમાં પણ મોટા પાયે નિકાસ કરી રહ્યું છે.

ગુજરાતમાં ડાયસ્ટફના 1100 જેટલા યુનિટો આવેલા છે. આ યુનિટો સ્થાનિક માંગને સંતોષવા સાથે નિકાસને વધુમાં વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે. ભારતમાંથી ચીનમાં ગતવર્ષે 297 મિલિયન ડોલરની ડાયસ્ટફની નિકાસ થઇ હતી જે અત્યાર સુધીમાં 179 મિલિયન ડોલરની રહી છે. ચાલુ વર્ષે નિકાસ ગ્રોથ સરેરાશ 5-6 ટકા ઘટે તેવો આશાવાદ છે. વૈશ્વિક મંદી, ઉંચા ભાવ તેમજ કરન્સી ઇફેક્ટના કારણે નિકાસને અસર પડી શકે છે. વિશ્વમાં લેટિન અમેરિકા, યુરોપ, આફ્રિકા, કેનેડા, મિડલ ઇસ્ટ, કોરિયા, ઇન્ડોનેશિયા, બેંગકોક, તાઇવાન તથા હોંગકોંગમાં ડાયસ્ટફની મોટા પાયે માગ છે....

ફોટો - http://v.duta.us/DyouagAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/V0fBjQAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬