કોંગ્રેસના રાજ્ય સરકાર પર આકરા પ્રહાર, કહ્યું- ચેક પોસ્ટ નાબુદીની વાત અયોગ્ય

  |   Gujaratnews

ગુજરાત સરકારે ગઈકાલે કેટલાક મોટા નિર્ણય લીધા હતા. રાજ્યની 16 ચેકપોસ્ટોને નાબુદ કરવાનો રાજ્ય સરકારે ગઈકાલે ઐતિહાસિક નિર્ણય લીધો હતો. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ દ્વારા આ અંગે જાહેરાત કરી હતી. ત્યારે હવે આ મુદ્દે વિપક્ષી દળ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે.

કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ કહ્યું કે સરકારે અગાઉ 10 હજાર કરોડનું રોકાણ કર્યું અને હવે ચેક પોસ્ટ નાબુદીની વાત કરે તે સંપૂર્ણ રીતે અયોગ્ય છે. છેલ્લા દસ વર્ષમાં કરોડો રૂપિયા ખર્ચ્યા તેમ છતાં સરકાર આધુનિકરણ કરી શકી નથી. આજે પણ નાગરિકોને લાયસન્સ બાબતે અને અન્ય આરટીઓ કામ માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. મનીષ દોશીએ એમ પણ કહ્યું કે સરકાર ત્રણ સો કરોડ રૂપિયા શેમાં વાપરશે તેની તપાસ કરાવવામાં આવવી જોઈએ....

ફોટો - http://v.duta.us/5RkFFQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/dY3K5QAA

📲 Get gujaratnews on Whatsapp 💬