કોંગ્રેસની વધુ એક વિકેટ ખરી, અમિત ચાવડાના ખાસ વિશ્વાસુએ જ ખેલ પાડ્યો

  |   Gujaratnews

આણંદ જિલ્લાના રાજકારણમાં ઉથલ પાથલની શરૂઆત થવા પામી છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો ગઢ આણંદ જિલ્લો ગણાય છે. કોંગ્રેસને મજબુત કરવા માટે યુવા નેતા તરીકે અમિત ચાવડાને ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાઈ હતી. પરંતુ તેઓના આંતરીક ડખાના પગલે તેમજ પરિવારવાદ અને જુથબંધી વધી રહી છે.

આણંદ નગરપાલિકા વિરોધ પક્ષના દંડક અને કોંગ્રેસના કાઉન્સીલર કેતન બારોટ સાથે પણ જુથવાદના પગલે અન્યાય થઈ રહ્યો હતો. જેના કારણે કેતન બારોટે કોંગ્રેસની નીતિરીતિથી નારાજ થઈને કોંગ્રેસમાંથી કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને આજે ભાજપમાં પોતાના કાર્યકરો સાથે જોડાયા હતા.

આણંદ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જુના ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, મહામંત્રી સુભાષભાઈ બારોટ, સાંસદ મિતેષભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં કાઉન્સીલર કેતન બારોટે ભગવો ધારણ કર્યો હતો. અને તેઓ ભાજપની વિચારધારા અને યુવાનોને પ્રોત્સાહિત કરવાની નીતિઓથી આકર્ષાઈને ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસમાં અગાઉ કોંગ્રેસ પ્રમુખ વીનુ ઠાકોર સહિત કેટલાક કાર્યકરોએ સ્થાનિક નેતાની દખલગીરીથી નારાજ થઈને રાજીનામુ આપ્યું હતું. આમ કોંગ્રેસના ગઢ ગણાતા આણંદ જિલ્લામાં છેલ્લા છ માસમાં રાજીનામા વધી ગયા છે. તેમ છતાંય કોંગ્રેસના નેતાઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. જેને લઈને યુવા કાર્યકરોમાં ભારે રોષ છે....

ફોટો - http://v.duta.us/BQq-rAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/B_R2_wAA

📲 Get gujaratnews on Whatsapp 💬