કચ્છ / અમેરિકન કંપની Space Xના 60 સેટેલાઈટની ભચાઉના ચોબારીથી છેક ધોરડો સુધી ચમકતી ટ્રેઈન દેખાઈ

  |   Kutchhnews

સેટેલાઈટ ટ્રેઈન કચ્છમાં રાત્રે 7:29થી 7:32 સુધી જિલ્લાના વાયવ્ય ખૂણાથી દક્ષિણ દિશા તરફ જતી જોવા મળી

ભચાઉ, ભુજ: અમેરિકન કંપની સ્પેસ એક્સ દ્વારા 11મી નવેમ્બરે ફ્લોરિડાથી 60 સેટેલાઈટને અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા છે. ફ્લોરિડા એરફોર્સ સ્ટેશનથી ફાલ્કન રોકેટથી છોડાયેલા સેટેલાઈટની હારમાળાને સ્ટારલિંક સેટેલાઈટ ટ્રેઈન તરીકે ઓળખ અપાઈ છે. તે બે દિવસ પહેલા કચ્છના અવકાશમાં દેખાઈ છે. ચમકતી સેટેલાઈટ ટ્રેઈન ભચાઉના ચોબારીથી લઈને ખાવડા અને ધોરેડો સુધી દેખાઈ હતી.

12મીએ સેટેલાઈટ ટ્રેઈન દેખાઈ

કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના નિશાંત નરેન્દ્ર ગોરે DivyaBhaskarને જણાવ્યું હતું કે, 60 સેટેલાઈટની સ્ટારલિંક સેટેલાઈટ ટ્રેઈન ભુજના ખાવડા, ધોરડોથી લઈને ભચાઉના ચોબારી વિસ્તાર સુધીના રણ વિસ્તારમાં દેખાઈ હતી. અમેરિકાએ છોડેલા સેટેલાઈટની ટ્રેઈન કચ્છમાં રાત્રે 7:29થી 7:32 સુધી જિલ્લાના વાયવ્ય ખૂણાથી દક્ષિણ દિશા તરફ જતી જોવા મળી હતી. આ પહેલા પણ કચ્છમાં 26મી મેએ પણ આ જ વિસ્તારોમાં સ્ટારલિંક ટ્રેન જોવા મળી હતી. આ ઘટનાને લઈને કચ્છના અવકાશ પ્રેમીઓમાં ઉત્સાહ છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/t8rh8AAA

📲 Get Kutchh News on Whatsapp 💬