કચ્છ / કચેરીમાંથી ફોન ગયો, ભાસ્કરનું ચેકિંગ ચાલે છે : માંડવી મામલતદાર દોડતા આવ્યા અને પાછલા બારણેથી ઘૂસી ઓફિસમાં બેસી ગયા !

  |   Kutchhnews

કચ્છના દસેદસ તાલુકાની મામલતદાર કચેરીમાં એક સાથે ભાસ્કર ટીમની તપાસ

પાયાની ગણાતી મામલતદાર કચેરીઓમાં લોલમલોલ

ભુજઃ કચ્છના દસેદસ તાલુકામાં મામલતદાર કેટલા વાગ્યે પોતાની ઓફિસમાં આવે છે તે જાણવા બુધવારે કચ્છ ભાસ્કરની ટીમે ચેકિંગ કર્યું. 3 મામલતદાર રજા પર, 2 ફિલ્ડમાં અને 1 ચાર્જમાં હોવાનું જાણવા મળ્યું. આ સિવાય માત્ર 2 જ મામલતદાર 10:30 વાગ્યાના ઓફિસ ટાઇમે પહોંચ્યા હતા, 2 મામલતદાર લેટલતીફ હોવાનું આ રિયાલિટી ચેકમાં સામે આવ્યું હતું. માંડવી મામલતદાર કચેરીમાં કચ્છ ભાસ્કરની ટીમે રિયાલિટી ચેક કરી ત્યારે કચેરીમાં 11: 15 સુધી મામલતદાર આવ્યા નહતા, જોકે ભાસ્કરના ચેકિંગની ગંધ આવી જતા કચેરીમાંથી જ કોઇએ તેમને ફોન કરી દીધો હતો, આથી તેઓ બાઇક પર બેસીને અાવ્યા અને 11:30 કલાકે કચેરીના પાછળના બારણામાંથી ઘૂસીને પોતાની ઓફિસમાં બેસી ગયા હતા ! લખપતના મામલતદાર પટેલની પાલનપુર ખાતે બદલી થતાં તેઓ શનિવારે જ છૂટા થઇ ગયા હતા. જોકે, તેમના સ્થાને વિસનગરથી આવનારા સોલંકીએ હજુ ચાર્જ સંભાળ્યો નથી. મામલતદારના ચાર્જમાં રહેલા એનએસ ભાટીએ કહ્યું કે, મને ચાર્જ આપ્યો તેમા તમને શું વાંધો છે ? ગાંધીધામ મામલતદારની ચેમ્બરને તાળુ હતું, તેઓ હાઇકોર્ટ ગયા હતા....

ફોટો - http://v.duta.us/9d5lFAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/KAkxdwAA

📲 Get Kutchh News on Whatsapp 💬