કંપનીમાં કામદારોનું શોષણ અને પીએફ જમા કરાવતા ન હોવાની રજૂઆત

  |   Mehsananews

ચાણસ્મા,તા.14 નવેમ્બર 2019, ગુરૂવાર

બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામે આવેલી કે.આર.સ્ટેમ્પીંગ નામની કંપનીના કામદારોએ નોકરીના પ્રમાણમાં ઓછો પગાર આપી શોષણ કરાતું હોવાની તેમજ લેબર કોન્ટ્રાક્ટર દ્વારા કંપનીમાંથી છૂટા થયેલા કામદારોને પીએફ જમા નહી કરાવતું હોવા અંગે બહુચરાજી તાલુકા મામલતદાર અને મહેસાણા જિલ્લા કલેક્ટર લેખિત રજૂઆત કરી હતી. જેને પગલે કંપની દ્વારા રજૂઆત કરનારા ૫૧ કામદારોને રાતોરાત કંપનીમાંથી છૂટા કરી દેવામાં આવતાં કામદારોએ ગુરુવારે કંપની સામે દેખાવો કરી ન્યાય આપવા માંગ કરી હતી.

કામદારોએ મામલતદારને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સાપાવાડા સ્થિત કે.આર.સ્ટેમ્પીંગમાં અમો અઢી વર્ષ સુધીની સળંગ નોકરી કરીએ છીએ. હાલમાં રાજ્યમાં બેરોજગારીને ગેરફાયદો ઉઠાવી કંપની સંચાલકો દ્વારા કામદારોનું આર્થિક રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે. કામદારોના જણાવ્યા મુજબ કંપની દ્વારા ગુજરાતીઓને સાડા ૧૦ કલાકની નોકરીનો રૃ.૯ હજાર અને તેની સામે બિન ગુજરાતીઓને ૮ કલાકની નોકરીનો પગાર રૃ.૯ હજાર તેમજ રૃ.૩ હજાર ભોજનાલયના આપી બેવડા માપદંડ અપનાવાય છે. તેમ જ લેબર કોન્ટ્રાક્ટર દ્વારા કંપનીમાંથી છૂટા થનાર કર્મચારીઓના હજુસુધી પીએફ જમા કરાવાયું નથી. બિન અનુભવી અને બિન ગુજરાતીઓને સીધુ પ્રમોશન તેમજ બિનગુજરાતીઓને ઓવરટાઈમ ફરિજયાત અપાય છે. જ્યારે ગુજરાતીઓ ઓવરટાઈમ ઈચ્છવા છતાં ઓવરટાઈમ કરવા દેતા નથી અને કદાચ આપે તો ઓવરટાઈમ પણ અડધો અપાય છે. કામદારોએ જણાવ્યું કે આજે ગુરુવારે નોકરીએ જતા કંપનીમાં પ્રવેશ આપવા દીધો નહી અને તમામ ૫૧ કામદારોને છૂટા કરી ભરતી કરી દીધી છે. જેને લઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો. કામદારોએ પોતાની રોજીરોટી છીનવાઈ જતાં ન્યાય ન મળે તો ભૂખ હડતાળની ચિમકી ઉચ્ચારી છે.

ફોટો - http://v.duta.us/C88aqwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/zpVVvQAA

📲 Get Mehsananews on Whatsapp 💬