કોર્પોરેશન બેંકનું હવે અન્ય ચાર બેંકો સાથે મર્જર કરાશે

  |   Vadodaranews

કોર્પોરેશન બેંકને અન્ય બેંકો સાથે મર્જ કરવાના નિર્ણય બાદ તમામનો ભાૈગોલિક સેવા વિસ્તાર અલગ હોવાથી કર્મચારીઓએ નોકરી છુટી જવાથી ડરવું નહિ તેમ વડોદરા ઝોનની મુલાકાતે અાવેલા બેંકના એમ.ડી પી.વી.ભારતીએ જણાવ્યું હતું.વડોદરા ઝોનમાં કોર્પોરેશન બેંક 200 શાખાઓ અને 200 જેટલા એ.ટી.એમ. ધરાવે છે.

ગુરૂવારે વડોદરા ઝોનની મુલાકાતે કોર્પોરેશન બેંકના એમ.ડી પી.વી.ભારથી અાવ્યા હતા.પત્રકારો સાથેની વાતમાં તેમણે જણાવ્યું હતું કે,ગુજરાતમાં વડોદરા,રાજકોટ અને અમદાવાદ ઝોન અાવેલા છે.કોર્પોરેશન બેંકની શરૂઅાત સો થી વધુ વર્ષ પહેલા કર્ણાટકમાં થઇ હતી. મર્જર પહેલા બેંકનો માર્કેટ શેર 1.26 ટકા છે. આંધ્ર, યુિનયન બેંક સહિતની 4 બેંક સાથેના મર્જર બાદ દેશની પાંચમી સાૈથી મોટી બેંક બનશે અને તેનો માર્કેટ શેર 6 ટકા જેટલો હશે.વડોદરામાં હાલ બેંક 5 હજાર કરોડનો વેપાર કરી રહી છે.બેંક મર્જર બાદ બેંકના કર્મચારીઓને નોકરી છુટવાનો ડર સતાવી રહ્યાના સવાલનો જવાબ અાપતા તેમણે જવાબ અાપ્યો કે, તમામ બેંકોનું ભાૈગોલિક કાર્યક્ષેત્ર અલગ છે.જેને કારણે કર્મચારીઓની નોકરી છુટવાની શક્યતા નથી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/cug5WAAA

📲 Get Vadodara News on Whatsapp 💬