કુલપતિઅોની બેઠકમાં Gtuનું ભરતી પ્રકરણ ઉછળતાં વિવાદ

  |   Ahmedabadnews

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યની શિક્ષણ નીતિ પર ચર્ચા માટે ગુરુવારે યોજાયેલી કુલપતિઓની બેઠકના સમાપન વખતે એનએસયુઆઈએ શિક્ષણમંત્રી અને અગ્ર સચિવ અંજુ શર્મા સહિતના પદાધિકારીઓ સામે હોબાળો મચાવતા વિવાદ સર્જાયો હતો. જીટીયુમાં અધ્યાપકોની ભરતીની પ્રક્રિયાને નિશાન બનાવતા એનએસયુઆઈના કાર્યકરોએ સેનેટ હોલના દરવાજા પાસે વિરોધ પ્રદર્શિત કરતા તેમની અટકાયત કરાઈ હતી.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતુ કે,'ગ્લોબલ વોર્મિગના કારણે ઋતુચક્રની અસમતુલાનો ભોગ રાજ્યનું કૃષિ ક્ષેત્ર બન્યું છે ત્યારે સ્ટાર્ટઅપ, ઈનોવેશન, સંશોધન થકી ગ્લોબલ વોર્મિગથી સર્જાતી સમસ્યાનો ઉકેલ લાવવા યુનિવર્સિટીઓ અગ્રેસર બને.

બેઠકમાં યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આકર્ષિત કરવાના બદલે શૈક્ષણિક ગુણવત્તાના પ્રયાસ વધારવા પર શિક્ષણવિદ્દોએ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં સ્ટાર્ટઅપ, ઈનોવેશન પોલિસી, સ્ટેટ રેન્કિંગ સહિતની બાબતો અંગે ચર્ચા ઉપરાંત વિવિધ યુનિવર્સિટીઓ કરેલા સ્ટાર્ટઅપને લગતી બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/rcMo0QAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬