ગુજરાત / અમૂલમાં દૂધની આવક 32 લાખથી ઘટીને 22.5 લાખ લિટર થઇ ગઈ

  |   Nadiadnews

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેને જણાવ્યું

ખેડૂતોએ ખેતી સાથે પશુપાલન કરવું જોઈએ, તો ભવિષ્ય બનશે

નડિયાદ: અગાઉ કેડીસીસી બેન્ક અને અમૂલ દ્વારા લોનની યોજનાથી પશુપાલન પ્રવૃત્તિ વધી હતી. જેને પગલે અમૂલમાં દૂધની આવક વધીને દરરોજના 32 લાખ લિટર સુધી પહોંચ્યું હતું. દેશભરમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. હાલમાં અમૂલમાં રોજ 22.5 લાખ લિટર જ દુધ સુધી પહોંચે છે.’ તેમ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને ચેરમેન રામસિંહ પરમારે ગુરુવારના રોજ નડિયાદ ખાતે યોજાયેલા સહકારી સપ્તાહની ઉજવણી સંદર્ભે મળેલી સભામાં ચિંતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે રામસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોએ ઘર ચલાવવા ખેતી સાથે પશુપાલન કરવું જોઈએ. તો જ ભવિષ્ય બનશે. અગાઉ પશુપાલનને પ્રોત્સાહન આપવા કેડીસીસી બેન્ક અને અમૂલ દ્વારા લોન આપતા દૂધની આવક વધી હતી. હજુ ગયા વરસે જ અમૂલમાં રોજ 32 લાખ લિટર દૂધ આવતું હતું. જેના પગલે દૂધની બાય પ્રોડક્ટ બનાવવામાં આવી હતી....

ફોટો - http://v.duta.us/IqUIawAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/lTCGLAAA

📲 Get Nadiad News on Whatsapp 💬