ગીર-સોમનાથ અને મહેસાણાએ સારો દેખાવ કરી બાજી મારી

  |   Kutchhnews

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત તેમજ કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ, અંજારના સહયોગથી યોજાયેલ ખેલ મહાકુંભ-2019ની રાજયકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું આજે અંજાર મધ્યે નગરપાલિકા ટાઉનહોલ ગ્રાઉન્ડ ખાતે સમાપન કરાયું હતું. આ વેળાએ રાજયમંત્રીના હસ્તે ખેલાડીઓને ઇનામોની રકમનાં ચેક અર્પણ કરાયાં હતા.

રાજયકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનો અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ તથા પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરે ગુજરાતમાંથી તેજસ્વી રમતવીરો કચ્છના આંગણે આવીને ભાગ લઇ વિજેતા જાહેર થયેલ ગીર સોમનાથ ટીમ સહિતની અન્ય તમામ ખેલાડીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, રાજય સરકાર મહાકુંભનું આયોજન કરી ખેલકુદ પ્રવૃતિને પ્રોત્સાહન પૂરૂ પાડ્યું છે. ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય ગીરની સિંહણો સમી બહેનોને રસ્સાખેંચ સ્પર્ધામાં કૌવત દાખવી વિજેતા થવા બદલ અભિનંદન પાઠવ્યાં હતા....

ફોટો - http://v.duta.us/akHhjgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/VpTAVgAA

📲 Get Kutchh News on Whatsapp 💬