ઘરે બેઠ Rtoમાં આવ્યાં વિના લોકોને લાભ મળે

  |   Gujaratnews

ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આગામી દિવસોમાં ફેસલેસ ફેસિલિટી શરૂ કરવામાં આવશે. ઇ્ર્ંનો ધક્કો ખાધા વગર હવે લોકો ઘરબેઠાં કોઈપણ વધારાની ફી ભર્યાં વગર ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન સંબંધિત સેવાઓનો લાભ લઈ શકશે. વડોદરાના દરજીપુરા સ્થિત ઇ્ર્ં કચેરી ખાતે લગભગ આવતા સપ્તાહ સુધી આ વિશેષ સેવા શરૂ કરવામાં આવે તેવું જાણવા મળ્યું છે.

અત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ, ડુપ્લિકેટ લાઇસન્સ તથા ઇઝ્ર બુક કઢાવવા અને ઁઁ રદ વગેરે જેવા કામો માટે આરટીઓ કચેરીમાં રૂબરૂ જવું પડે છે.

લાઇસન્સ અને વાહન સંબંધિત કેટલાંક કામો માટે લોકોને આરટીઓની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. આરટીઓ ગયાં બાદ સર્વર ડાઉન અને લાઇટો ડૂલ થવાની સમસ્યાને કારણે લોકોને ફોગટ ફેરો પણ પડે છે. પરંતુ હવે ઉપરોક્ત સેવાઓ માટે આરટીઓના ધક્કાથી છૂટકારો મળશે અને લોકોનું પેટ્રોલ/ડિઝલ અને કિંમતી સમય બચશે. ગુજરાતના વાહન વ્યવહાર વિભાગની ફેસલેસ ફેસિલિટી અંતર્ગત લોકો ઘરબેઠાં જ ડુપ્લિકેટ લાઇસન્સ તથા ઇઝ્ર બુક, લાઇસન્સ રિન્યુ તથા રિપ્લેસ, ઁઁ રદ અને વાહન સંબંધિત માહિતી મેળવી શકશે. આરટીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે, ૨૦૦૯ પહેલાંના ડેટાને વાહન ૪ સોફટવેર અને ૨૦૧૦ પહેલાનાં લાઇસન્સના ડેટાનું સારથી ૪ સોફટવેરમાં બેકલોગની કાર્યવાહી ચાલુ છે....

ફોટો - http://v.duta.us/AM-QFwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/9yskcAAA

📲 Get gujaratnews on Whatsapp 💬