ઘોર બેદરકારી: વાયુ પ્રદૂષણ કરતાં એક પણ એકમ સામે કાર્યવાહી નહીં, શહેરની આવી છે હાલત

  |   Gujaratnews

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન જેટલું ધ્યાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઉપર આપે છે તેટલું ધ્યાન વાયુ પ્રદુષણને અટકાવવા આપતી નથી. અમદાવાદ મ્યુનિ.માં રોડ ઉપર કચરો સાફ કરવો, કચરો એકત્ર કરવો અને કચરાના ડમ્પ સાઇટ ઉપર પહોંચાડવા પાછળ વાર્ષિક 100 કરોડથી વધુનો ખર્ચ થાય છે જેથી તેની ઉપર જેટલું ફોક્સ કરાય છે તેટલુ ફોક્સ મ્યુનિ. તંત્ર વાયુ પ્રદુષણ રોકવા માટે કરતુ નથી. તેનું ઉદાહરણ એ છે કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદ મ્યુનિ. તંત્રએ વાયુ પ્રદુષણ ફેલાવતાં એકપણ એકમ સામે કાર્યવાહીની વાત તો છોડો પણ આ મુદ્દે તપાસ કરવાની તસ્દી પણ લીધી નથી.

અમદાવાદ મ્યુનિ. તંત્રએ બે વર્ષ પહેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને હેલ્થ ખાતાને અલગ-અલગ કરી દીધાં હતા જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા દરેક ઝોનમાં એક ડે. ડાયરેક્ટર મુકવામાં આવ્યા છે જેની પાસે સેનેટરી સ્ટાફ હોય છે પણ આ તમામ સ્ટાફ કચરાના એકત્રીકરણની કામગીરીમાં રોકાયેલો રહે છે. આ સ્ટાફ પાસે વાયુ પ્રદુષણ કરતાં એકમો સામે કાર્યવાહી કરવાની સત્તા છે પણ જ્યારે કોઇ ફરિયાદ મળે તો કાર્યવાહી થાય છે પણ સ્વેચ્છાએ ઝુંબેશ કરી વાયુ પ્રદુષણ કરતાં એકમો સામે કાર્યવાહી થતી નથી. છેલ્લા બે-ત્રણ દિવસથી અમદાવાદ શહેરનો ઓવરઓલ AQI 160થી 190 સુધી નોંધાઇ રહ્યો છે. પિરાણા અને બોપલમાં તો AQI 250 અને 300ને પાર જઇ રહ્યો છે જેની પાછળ માત્ર વાહનોનો ધુમાડો કે પિરાણામાં લાગતી આગ જવાબદાર નથી. આ સિવાય પણ અન્ય એકમો છે જે ગેરકાયદે વાતાવરણમાં ધુમાડો છોડે છે જેની સામે પણ કાર્યવાહી થવી જોઇએ પણ મ્યુનિ. તંત્ર પાસે તેના માટે ટાઇમ હોય તેમ લાગતુ નથી....

ફોટો - http://v.duta.us/gWziAQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/vNnoJgAA

📲 Get gujaratnews on Whatsapp 💬