જામનગરના લાપતા યુવાનનું ઝેરી દવા પી લેતા સારવારમાં મોત

  |   Jamnagarnews

જામનગરમાં રહેતા અને ઘરેથી કોઇને કંઇ કહ્યા વગર નિકળી ગયા બાદ લાપતા યુવાને જોગવડ નજીક ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો જયાં સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ. મૃતક યુવાને થોડા સમયથી સામાન્ય ગૃહ કંકાશ અને કામ ધંધો બરાબર ન ચાલતા ચિંતાગ્રસ્ત હાલતમાં આ પગલુ ભરી લીધાનુ જાહેર થયુ છે.

જામનગરમાં ડેન્ટલ કોલેજ પાછળ નર્સીગ સંકુલમાં રહેતો અતુલભાઇ ડાયાભાઇ જાડેજા નામનો ડ્રાઇવિંગ કામના વ્યવસાય સાથે સકંળાયેલો યુવાન ઘરેથી કોઇને કંઇ કહ્યા વગર ગત તા.10ના રોજ કયાંક ચાલ્યો ગયો હતો.આ બનાવમાં તેના પત્ની હેતલબેને પોલીસને જાણ કરી ગુમનોંધ કરાવતા પોલીસે પણ તેની શોધખોળ હાથ ધરી હતી.

જે દરમિયાન લાપતા યુવાને જોગવડ પાટીયા પાસે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેને તાકીદે સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. જેમાં પોલીસે ભોગગ્રસ્ત યુવાનનુ નિવેદન નોંધ્યુ હતુ જેમાં તેના ઘરમાં થોડા સમયથી સામાન્ય કંકાશ અને કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ચિંતાગ્રસ્ત હાલતમાં આ પગલુ ભરી લીધાનુ જાહેર થયુ હતુ.બાદ સારવારમાં મોત નિપજયુ હતુ.આથી પોલીસે મૃતદેહનુ પોષ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/LRl7fwAA

📲 Get Jamnagar News on Whatsapp 💬