જામનગરમાં પૈસાની ઉઘરાણી મુદ્દે બ્રાસપાર્ટસના ધંધાર્થી પર હુમલો

  |   Jamnagarnews

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટસના ધંધા સાથે સંકળાયેલા યુવાન પર ચાર શખ્સે હુમલો કર્યાનો બનાવ બહાર આવ્યો છે.પૈસાની ઉઘરાણી મામલે ચારેય શખ્સે હુમલો કર્યાનુ બહાર આવ્યુ છે.

રણજીતસાગર રોડ પર સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટસના વ્યવસાય સાથે સંકળાયેલા હિરેનભાઇ હર્ષદભાઇ બોરસણીયા નામના વેપારીએ પોતાના પર છરી તેમજ પાઇપ અને ઘોકા વડે હુમલો કરી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ શેરૂભાઇ,તેના પુત્ર ભરત અને રાજુ તેમજ એક અજાણ્યા શખ્સ સામે નોંધાવી છે.યુવાનને તાકીદે સારવાર માટે હોસ્પીટલમાં લઇ જવાયો હતો.

ઇજાગ્રસ્ત યુવાન સામાવાળા શેરૂભાઇ પાસે પૈસા માંગતો હતો જે પૈસા પરત આપતા ન હોવાથી ગત તા.13ના રાત્રે બંને એકબીજાને મળી જતા હિરેનભાઇએ પૈસાની માંગણી કરી હતી. જેથી એકદમ ઉશ્કેરાઇ જઇ શેરૂભાઇએ તેના પુત્રોને બોલાવી લીધા બાદ ચારેય શખ્સે હુમલો કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે. પોલીસે ગુનો નોંધી શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/vumw5wAA

📲 Get Jamnagar News on Whatsapp 💬