જરૂના 14 વર્ષિય કિશોરને ભેંસ ઢસડી જતાં કરૂણ મોત

  |   Kutchhnews

અંજાર તાલુકાના જરૂ ગામે 14 વર્ષીય કિશોરને ભડકેલી ભેંસે રસ્સા સહિત ખેંચતા કિશોર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ તા. 13/11/19ના 5-30 વાગ્યાના અરસામાં મૂળ મોરવાડા, જી. બનાસકાંઠા અને હાલે અંજાર તાલુકાના જરૂ ગામે આવેલી જયંતીલાલ પુંજા સથવારાની વાડીમાં રહેતો 14 વર્ષીય રાહુલ બાબુજી ઠાકોર ભેંસોને પાણી પીવડાવવા જતો હતો ત્યારે ભેંસ અચાનક ભડકી ગઈ હતી અને રસ્સા સહિત કિશોરને ઢેસડી નાખ્યો હતો. જેમાં કિશોર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર માટે અંજારની સરકારી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં જ કિશોરનું મૃત્યુ થયું હતું. જેથી અંજાર પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/7QjsNgAA

📲 Get Kutchh News on Whatsapp 💬