ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં: નિયમોના ઉલ્લંઘન બદલ રાજ્યમાં ડ્રાઇવ કરી વસૂલ્યો આટલો દંડ

  |   Gujaratnews

જ્યારથી રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો અમલી બન્યા છે ત્યારથી રાજ્યનું ટ્રાફિક વિભાગ ચુસ્ત બની અલગ-અલગ વિસ્તારમાં ડ્રાઇવ કરી રહ્યું છે. આ દરમિયાન ટ્રાફિક પોલીસે અનેક લોકોને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકાર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ નવા નિયમો લાગૂ થયા બાદ ટ્રાફિક વિભાગની ડ્રાઈવ દરમિયાન અનેક લોકો દંડાયા છે. સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો સામે પણ ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં પહેલા દિવસે 196 કેસ કરી 1.22 લાખ દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 65 વાહન ડિટેઇન કરાયા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય જાહેરમાં તમાકુ ખાવાની ડ્રાઈવમાં 60 કેસમાં 3,950 દંડ ફટકાર્યો છે અને અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાની ડ્રાઈવમાં 55 કેસમાં 27,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે....

ફોટો - http://v.duta.us/B3932AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/WJQ2uAAA

📲 Get gujaratnews on Whatsapp 💬