ટેલિકોમ ઇન્ડેક્સ ઓલટાઇમ લૉ આઇડિયાનો શેર 20 ટકા તૂટ્યો

  |   Ahmedabadnews

ટેલિકોમ ઓપરેટર્સને ત્રણ માસમાં તેમના રેવન્યૂ શેરની બાકી રકમ ચૂકવી દેવાના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના આદેશના પગલે ટેલિકોમ શેર્સમાં આજે મંદીનો માતમ છવાયેલો રહ્યો હતો. એટલુંજ નહિં, ટેલિકોમ ઇન્ડેક્સ 2.76 ટકા ઘટી 889.87 પોઇન્ટના તળીયે બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે 864.62 પોઇન્ટની ઐતિહાસિક નીચી સપાટીએ સ્પર્શી ગયો હતો. ઇન્ડેક્સ બેઝ્ડ આઇડિયાનો શેર વોડાફોનની એક્ઝિટ અને જંગી ખોટના અહેવાલો પાછળ 20.27 ટકાના કડાકા સાથે રૂ. 2.95 બંધ રહ્યો હતો. જેના કારણે તેની માર્કેટકેપ રૂ. 2155.06 કરોડ ઘટી રૂ. 8476.94 કરોડની થઇ ગઇ હતી. ભારતી એરેટેલ પરીણામની જાહેરાત પૂર્વે 1.59 ટકા ઘટી રૂ. 362.65 થયો હતો. પરંતુ કંપનીએ સપ્ટેમ્બર ત્રિમાસિક માટે રૂ. 23000 કરોડ ઉપરાંતની ખોટ નોંધાવી છે. તે જોતાં આ શેર પણ નેગેટિવ ઝોનમાં હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/BN2UKwAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬