તરસાલીમાં સાળાએ મિત્રો સાથે મળી બનેવીને માર માર્યો

  |   Vadodaranews

શહેરના તરસાલી વિશાલનગરમાં રહેતા યુવકને તેની પત્ની સાથે જમવાનું બનાવાના મુદ્દે બોલાચાલી થતાં તેનો સાળો અને તેના 2 મિત્રોએ યુવકને માર માર્યો હતો અને માથામાં દંડો ફટકારી ઇજા પહોંચાડી હતી.

વિશાલનગરમાં રહેતા વિકાસ પિતાબંર નરેકરે મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે મંગળવારે રાત્રે 10-30 વાગ્યાના અરસામાં તેને જમવા બાબતે પત્ની સાથે બોલાચાલી થઇ હતી, જેથી તેની પત્નીએ ઘરની પાછળની જ લાઇનમાં રહેતા તેના ભાઇને બોલાવ્યો હતો, તેથી તેનો સાળો સતિષ શ્રવણ પાટીલ તેના 2 મિત્રોને લઇને ઘેર આવ્યો હતો. તેના 2 મિત્રોએ વિકાસને પકડી રાખ્યો હતો અને સતિષે તેના માથામાં દંડો ફટાકારી ગડદાપાટુનો માર માર્યો હતો. માથામાંથી લોહી નીકળતાં વિકાસે બુમાબુમ કરી હતી, જેથી સતિષ અને તેના મિત્રો ભાગી છુટયા હતા. મકરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/FBrPwQAA

📲 Get Vadodara News on Whatsapp 💬