થેલામાં દારૂની 45 બોટલો સાથે 2 બૂટલેગર ઝડપાયા

  |   Vadodaranews

નેશનલ હાઇવે સિમેન્સ કંપની પાસે બુધવારે મળસ્કે થેલામાં દારૂની 45 બોટલો લઇ ઉભેલા બે બૂટલેગરને બાપોદ પોલીસે ઝડપી પાડ્યા હતાં. પૂછતાછમાં દારૂની બોટલો મુંબઇ ઘોડબંદર રોડ પાસેથી લકઝરી બસમાં ભરીને લાવ્યા હોવાની કેફિયત કરતાં પોલીસે ગુનો નોંધી રૂા. 34470 અને 2 મોબાઇલ સહિત કુલ રૂા. 44970 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નેશનલ હાઇવેની બાજુમાં સિમેન્સ કંપની પાસે બુધવારે મળસ્કે 4:30 વાગ્યાના સુમારે બે શખ્સ થેલા લઇ ઉભેલા હતાં. બાપોદ પોલીસને શંકા જતાં બંને શખ્સો પાસેના થેેલાની જડતી લેતાં તેમાંથી જુદી જુદી બ્રાન્ડની 1 લિટર અને 2 લિટરની દારૂની 45 બોટલો મળી આવી હતી.

પોલીસે બંનેની પૂછતાછ કરતાં વારસિયા સંતકવર કોલોનીનો ગીરીશ સેવકરામ પહેલાવાણી અને થાણે ઉલ્લાસનગરની ટેગ બહાદુર કોલોનીમાં રહેતો ધર્મેશ કિશોર નાથાણી હોવાનું કહ્યું હતું. બંને મુંબઇના ઘોડબંદર રોડથી લકઝરીમાં દારૂ લાવ્યા હોવાની કબૂલાત કરતાં બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/MWrhNAAA

📲 Get Vadodara News on Whatsapp 💬