દિલ્હીની ગણતંત્ર દિન પરેડ માટે 7 રાજ્યના 200 સ્વંયસેવકોની 10 દિવસની ટ્રેનિંગ બાદ 40 પસંદ

  |   Porbandarnews

હેમચંદ્રાચાર્ય યુનિવસિર્ટીમાં એનએસએસ દ્વારા વેસ્ટ ઝોન પરેડ સિલેક્શન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં સાત રાજ્યોના 200 સ્વયંસવેક દસ દિવસ સુધી ટ્રેનિંગના ભાગ રૂપે સતત વિવિધ ઇવેન્ટ કરી હતી જેનું દિલ્હી એનએસએસ ટીમ દ્વારા ત્રણ દિવસ નિરીક્ષણ કરી 200 માંથી 40 સ્વયંસેવકોની 26 જાન્યુઆરીએ રાષ્ટ્પતિ અને પીએમ સામે પરેડ માટે સિલકેશન કરાયું છે

રાષ્ટ્રીય સેવા યોજનાના દેશના વેસ્ટ ઝોન દ્વારા અત્રેના યુનિવર્સિર્ટી ગ્રાઉન્ડમાં 5 થી 14 નવેમ્બર સુધી પરેડ સિલેક્શન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં આંધપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દીવ દમન અને દાદરાનગર હવેલી મળી 7 રાજ્યોની યુનિવસિર્ટીમાંથી 200 સ્વંયસેવકોએ ભાગ લીધો હતો. તેમને સવારે 5 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી પરેડ 50 માર્ક્સ, કલ્ચરલ એક્ટિવિટી 30 માર્ક્સ, પર્સનલ ઇન્ટરવ્યૂ 10 માર્ક્સ અને ફીઝીકલ ટેસ્ટ 10 માર્ક્સ મળી કુલ 100 માર્ક્સની કસોટી અને સતત 14 કલાક સુધીની ટ્રેનિંગ આપી હતી. ટ્રેનિંગ પૂર્ણ થતા 11,12,13 ત્રણ દિવસ દિલ્હીથી સિલેક્શન ટિમ આવી સ્વંયસેવકોનું મૂલ્યાંકન કરી તેમાંથી 40 સ્વંયસેવકોનું સિલેક્શન કરી બંધ કરવામાં નામ લઇ ગયા હતા. કેમ્પનું ગુરુવારના રોજ એસપી અક્ષયરાજ મકવાણા,કુલપતિ અનિલ નાયક સહિતના મેહમાનોની ઉપસ્થિતમાં સમાપન સમારોહ યોજાયો હતો અને વિદાય લઇ રહેલા સ્વંયસંવેકોને શુભેચ્છાઓ સાથે પ્રોત્સાહક પ્રવચન આપી વિદાય આપી હતી....

ફોટો - http://v.duta.us/0BeEOAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/AIpEUQAA

📲 Get Porbandar News on Whatsapp 💬