દેશમાં ચાનું ઉત્પાદન 6 ટકા સુધી વધ્યું

  |   Ahmedabadnews

દેશમાં ચાના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો થઇ રહ્યો છે. ટી બોર્ડના અહેવાલ મુજબ સપ્ટેમ્બર માસમાં ચાનું ઉત્પાદન 5.7 ટકા વધીને 184.72 મિલિયન કિલોગ્રામ રહ્યું છે. ચાના ટોચના ઉત્પાદક રાજ્ય આસામમાં ચાના ઉત્પાદનમાં વધારો થવાના કારણે કુલ ઉત્પાદનમાં વૃદ્ધિ નોંધાઇ છે. આસામમાં 108.48 મિલિયન કિલોગ્રામ ચાનું ઉત્પાદન થયું હતું જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 100.57 મિલિયન કિલોગ્રામ ચાનું ઉત્પાદન થયું હોવાનું ટી બોર્ડે જણાવ્યું હતું. ભારત, વિશ્વનો સૌથી મોટો ચા ઉત્પાદક દેશ છે. ભારત મુખ્યત્વે ઇજિપ્ત, પાકિસ્તાન અને યુનાઇટેડ કિંગડમ સીટીસી ગ્રેડની નિકાસ કરે છે, જ્યારે ઓર્થોડોક્સ વેરાયટીની ઇરાક, ઈરાન અને રશિયામાં નિકાસ કરવામાં આવે છે. વર્ષ 2019 ના પહેલા નવ મહિનામાં ભારતનું ચાનું ઉત્પાદન 2.8 ટકા વધીને 1006.4 મિલિયન કિલોગ્રામ થયું છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/RH7BPgAA

📲 Get Ahmedabad News on Whatsapp 💬