નડિયાદ / જીએસટીમાં ક્રેડિટના કડાપા, નાણા ભીડમાં વધારો થવાના એંધાણ

  |   Nadiadnews

કેન્દ્રના પરિપત્રથી મુંઝવણ વધી વેપારીઓમાં વિટંમણા ઊભી થઇ

સરકાર હજુ રિટર્નનો પ્રશ્ન હલ નથી કરી ત્યાં વેપારીઓ સામે ટેક્સ ક્રેડિટ મેળવવા માટે કરેલા પરિપત્રથી અનેક મુંઝવણો ઊભી થઈ

નડિયાદઃ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે. આ પરિપત્રથી વેપારીઓમાં ભારે મુંઝવણઓ ઊભી થઈ છે. આ અટપટા પરિપત્રનું અર્થઘટન કરવું અઘરું છે અને વાસ્તવિક વ્યવહારમાં પણ તેનો અમલ એટલો જ મુશ્કેલ બને તેવું વેપારીઓ અત્યારથી જ માની રહ્યાં છે. જીએસટીના સવા બે વર્ષમાં હજુ રિટર્ન ભરવાના મુદ્દા ઊભા જ છે, ત્યાં આ ઇનપુટ ટેક્સ ક્રેડિટના પરિપત્રથી ભારે હોબાળો થાય તેવી શક્યતા ઉભી થઈ છે.

કેન્દ્ર સરકારે જીએસટી સંદર્ભે ઇનપુટ ટેક્સ ક્રેડિટ અંગે સુધારો કરતો નવો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેટલા ટકા અને કઇ રીતે કરવી ? તે અંગે અસમંજસ ઊભી થઈ છે. ઓક્ટોબરથી અમલી બનનારા રિટર્નને ચાલુ મહિનામાં ભરવામાં આવશે. જેમાં 3બી રિટર્ન ફાઇલ કરવામાં આવે ત્યારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈએ ત્યારે તેને 2-એ એટલે કે ઓનલાઇન સાથે સરખામણી કરવી જરૂરી બને છે. આ ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ જો તમારી ક્રેડિટ, 2-એમાં નહિ બતાવતી હોય તો તે ઉપરાંત તેના 20 ટકા વધુમાં વધુ માંગી શકાય છે....

ફોટો - http://v.duta.us/wLrHKwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/_NDIOQAA

📲 Get Nadiad News on Whatsapp 💬