નેપાળથી નોકરી કરવા આવેલ યુવતીનું શખ્સોએ કર્યું અપહરણ, પછી થયું એવું કે...

  |   Gujaratnews

અરવલ્લીના બાયડના જય અંબે મંદબુદ્વિ મહિલા સેવા સમાજમાં નેપાળની યુવતીનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે. નેપાળના દૈલેખ જિલ્લાની છીઉડીપુસાકોટની 29 વર્ષીય જગતકુમારી આશારામ જૈસી શર્મા નામની યુવતી નોકરીની તલાશમાં અમદાવાદ આવી હતી. જ્યાં એકલતાનો લાભ લઈ અજાણ્યો શખ્સોએ યુવતીનું અપહરણ કર્યું હતું. યુવતી હિંમત એકઠી કરીને બચી નીકળી હતી અને જમાલપુર મુસ્લિમ વિસ્તારમાં જઈને મદદ માંગતાં લોકો મદદે પણ આવી પહોંચ્યા હતા. લોકોએ યુવતીની પૂછપરછ કરી હતી પરંતુ, સરનામું ભૂલી જતાં લોકોએ યુવતીને કાગડાપીઠ પોલીસ સ્ટેશને સોંપી દીધી હતી.

કાગડાપીઠ પોલીસે યુવતીની પૂછપરછ શરૂ કરી હતી અને તેની પાસે રહેલી બેગની તલાશી લેતાં બેગમાંથી નેપાળનો પાસપોર્ટ મળી આવ્યો હતો પણ યુવતીની માનસિક સ્થિતિ ખરાબ હોવાથી અપહરણથી ગભરાયેલી યુવતી કંઈ બોલવા સક્ષમ ન હોવાથી પોલીસે 181 અભયમ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. યુવતીએ સિવિલમાં ધમાલ મચાવતાં આખરે પોલીસે મહિલાને બાયડના જય અંબે મંદબુદ્વિ મહિલા સમાજ સેવા આશ્રમ ટ્રસ્ટમાં મોકલી આપી હતી. યુવતીને બાયડના આશ્રમમાં લઈ જવામાં આવી હતી જ્યાં આાશ્રમના સેવાભાવી લોકોએ ઊંડાણથી પૂછપરછ કરી આસપાસના નેપાળના લોકોને બોલાવી વધુ જાણકારી મેળવી હતી અને યુવતીના પરિવારને શોધવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. જેમાં સફળતા મળતાં પીડિતાના ભાઈનો સંપર્ક થતાં યુવતીની જાણકારી આપવામાં આવી હતી. આથી યુવતીનો ભાઈ બુધવારે બાયડના આશ્રમમાં બહેનને લેવા માટે આશ્રમમાં આવી પહોંચ્યો હતો. ભાઈ-બહેનનું મિલન થતાં આશ્રમના સેવાભાવી લોકોની આંખોમાં હર્ષનાં આંસુ છલકાઈ ઊઠયાં હતાં....

ફોટો - http://v.duta.us/vU-rSgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/DluGVQAA

📲 Get gujaratnews on Whatsapp 💬