નિયમ / Hsrp વાળેલી, તોડેલી, ઢાંકેલી હશે તો વાહન ડિટેન કરવા સુધીની કાર્યવાહી થશે

  |   Rajkotnews

ઈ-મેમોથી બચવા ચાલાકી નહીં ચાલે| RTO અને પોલીસ આકરા પગલાં લેશે

રાજકોટ: હેલ્મેટ ન પહેર્યું હોય, રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય, સિગ્નલ તોડ્યું હોય તેવા દરેક ટ્રાફિક નિયમોના ભંગ બદલ આઈ-વે પ્રોજેક્ટના કેમેરા વાહનચાલકને દંડનો મેમો ફટકારી દે છે, પરંતુ કેટલાક વાહનચાલકોએ આ કેમેરાને પણ ઊંધા ચશ્માં પહેરાવવા ચાલાકી કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાકે પોતાના વાહનની HSRP વાળી દીધી છે, તો કેટલાકે અડધી તોડી નાખી છે, કેટલાકે કલર કરી દીધો છે તો કેટલાકે કપડાંથી ઢાંકી દીધી છે જેથી કેમેરામાં વાહનના નંબર ન દેખાય અને દંડનો મેમો ન આવે. આવી ચાલાકી હવે નહીં ચાલે કારણ કે, હવે જે વાહનચાલકે પોતાના વાહનની નંબર પ્લેટ વાળેલી, ઢાંકેલી, અડધી તોડેલી કે કલર કરેલી હશે તેની સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓ વાહન ડિટેન કરવા સુધીની કાર્યવાહી કરશે. વાહનચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો હવે કેમેરામાં ઝડપાઈ જાય છે અને દંડનો મેમો પણ સીધો ઘરે આવી જાય છે, પરંતુ આવા દંડથી બચવા લોકોએ અવનવા કીમિયા શોધ્યા છે. આવા વાહનચાલકો સામે હવે આરટીઓ અને પોલીસ કડક કાર્યવાહી કરશે....

ફોટો - http://v.duta.us/EVGwdQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/vyGivQAA

📲 Get Rajkot News on Whatsapp 💬