નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાની પરીક્ષાનો પ્રારંભ

  |   Amrelinews

જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જૂનાગઢ, પોરબંદર, ગિરસોમનાથ અને અમરેલી જિલ્લામાં સેમેસ્ટર 1 અને 3 ની સ્નાતક કક્ષાની પરિક્ષાનો યુનિવર્સિટીના કૂલપતિ ડો.ચેતન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાઓમાં સીસીટીવી કેમેરા અને શિક્ષકોની નજર હેઠળ શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે.

સેમેસ્ટર 1 અને 3 નાં પરિક્ષાના પહેલા દિવસે અંગ્રેજીના પેપરમાં બે કોપીકેસ નોંધાયા છે. વેકેશન ખુલતાની સાથે જ પરિક્ષાનો પ્રારંભ થઇ ચુક્યો છે. વિદ્યાર્થીઓ વેકેશનના મુડમાંથી હજુ સુધી તો બહાર પણ નથી આવ્યા ત્યા પરિક્ષા આવી જતા છાત્રોમાં પરિક્ષા પ્રત્યે નિરાશા જોવા મળી રહી છે. સ્નાતક કક્ષાની પરિક્ષાના પહેલુ પેપર અંગ્રેજી વિષયનું હતું જેમાં બે કોપીકેસ નોંધાયા છે. આ કોપીકેસ કોડીનાર અને સુત્રાપાડામાં કરવામાં આવેલ છે. સ્નાતકકક્ષાની પરિક્ષામાં બેસવાના કુલ 44078 છાત્રો પૈકી 158 છાત્રો ગેરહાજર રહ્યા હતાં.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/1RJQsAAA

📲 Get Amreli News on Whatsapp 💬