પાટણ / ભૂસ્તરશાસ્ત્રીની કચેરી સાથે છેતરપિંડીના કેસમાં 3ની ધરપકડ

  |   Rajkotnews

ડમ્પર માલિક તેના પિતા અને પાટણ SBI બેંકના કેશિયરની ધરપકડ કરાઈ

પાટણઃ રેતીની રોયલ્ટી ચોરીના દંડના રૂ.1.81 લાખ ભર્યા વગર ચલણ ની પાવતી રજૂ કરી ડમ્પર છોડાવી પાટણ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી સાથે છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે કોડીનારના ડમ્પર માલિક તેના પિતા અને પાટણ એસ બી આઈ બેંકની મુખ્ય શાખા ના કેશિયરની ધરપકડ કરી છે. ત્રણેયને પાટણ સેશન કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે પિતા-પુત્રના ચાર દિવસનારિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે કેશિયર ના રિમાન્ડ નામંજૂર કર્યા હતા.

પાટણની મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી સાથે છેતરપિંડી કરવાના કેસમાં બી ડિવિઝન પોલીસે ડમ્પર ના માલિક કોડીનારના ભરતભાઈ મેણાદભાઈ ઓડેદરા તેના પિતા મેણાદભાઈ પુંજાભાઈ ઓડેદરા અને ચાણસ્મા ખાતે રહેતા પાટણ એસ બી આઈ બેંકના કેશિયર પ્રવીણચંદ્ર રવિશંકર રાવલ ની ધરપકડ કરી છે. બી-ડિવીઝન પી.આઇ સી.વિ ગોસાઈ એ જણાવ્યું હતું કે ચલણ પાવતી ઉપર બેંકનો સિક્કો મારવામાં આવેલો છે તે સિક્કો કેશિયર પાસે રહે છે. જ્યારે ડમ્પર માલિક ના પિતા મેણાદભાઈ ઓડેદરા ની પૂછપરછમાં તેમણે કેશિયર ને રૂ એક લાખ આપ્યા હતા તેવુંજણાવે છે જ્યારે કેશિયર પ્રવીણચંદ્ર રાવલની પૂછપરછ કરતા તેને પૈસા આપ્યા નથી તેવું જણાવે છે. એકબીજાના મેળાપીપણા થી આ છેતરપિંડી કરી હોય તેવું જણાય છે.

ફોટો - http://v.duta.us/mabFnAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/tacj4gEA

📲 Get Rajkot News on Whatsapp 💬