'પાણી નહી તો વોટ નહી', મહિલાઓના ટોળાએ પાલિકા પ્રમુખને ઘેરી લીધા

  |   Mehsananews

મહેસાણા,તા.14 નવેમ્બર 2019, ગુરૂવાર

નગરપાલિકા પ્રમુખના ઘરની બાજુમાં આવેલી સોમેશ્વર કુંજ સોસાયટીમાં છેલ્લા ૫ દિવસથી પાણી આવતું ન હોવાથી મહિલાઓના ટોળાએ નગરપાલિકામાં જબરો હોબાળો મચાવ્યો હતો. તમામ મહિલાઓએ એક સૂરમાં જણાવ્યું હતુ કે જો તમારે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં વોટ જોઈતા હોય તો પાણી આપવું જ પડશે. એક સમયે પાલિકા પ્રમુખની સામે મહિલાઓ ઉગ્ર થઈ ગઈ હતી. પરંતુ પ્રમુખે પરિસ્થિતિ પારખી તમામને હૈયાધારણા આપી હતી. આ વિસ્તારમાં પાણીનો વેરો ભરાતો ન હોઈ પાણી કેવી રીતે આપવું તે પણ એક પ્રશ્ન છે.

સોમેશ્વર કુંજ સોસાયટીમાં ૮૯ ઘરો આવેલા છે. અહીં બિલ્ડરે નગરપાલિકાની પાણીની લાઈન લીધી ન હતી. જેના લીધે પાણીની તકલીફો લોકોને પડતી હતી. આ અંગે મહિલાઓએ છાજીયા લઈ રોષ પૂર્વક જણાવ્યું કે, છેલ્લા પાંચ દિવસથી પાણી આવતું નથી. પાણીના લીધે તમામ કામો રોકાઈ ગયા છે. બજારમાં મળતું પાણી અમને પોષાય તેમ નથી. વોર્ડ નં.૨ના નગરસેવક જયદિપસિંહ ડાભી સહિત અનેક લોકોને રજૂઆતો પણ કરી છે. પરંતુ કોઈ હલ આવતો નથી. જેથી નગરપાલિકા કચેરીએ આવવું પડયું છે....

ફોટો - http://v.duta.us/B2mfygAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/vZMKwQAA

📲 Get Mehsananews on Whatsapp 💬