પેરોલમાંથી ફરાર થયેલો હત્યાનો અારોપી પકડાયો

  |   Kutchhnews

ભુજ તાલુકાના પોલીસ મથકના હત્યાના ગુનામાં રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા અને રજા પર છુટેયા બાદ પરત જેલમાં હાજર ન થયેલા વાડાસર ગામના અારોપીને પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના અધારે ગુરૂવારે ભુજ માંડવી રોડ પર શિવપારસ પાસેથી ઝડપી લીધો હતો.

ભુજ બી ડિવિઝન પોલીસ મથકના છ વર્ષ જુના હત્યાના કેસમાં રાજકોટની મધ્યસ્થ જેલમાં અાજીવનની સજા ભોગવી રહેલા પાકા કામનો કેદો ભરત શીવજી ચાવડા રહે વાડાસરવાળો રાજકોટની જેલમાંથી ગત 14 સપ્ટેમ્બરના 14 દિવસની ફર્લો રજા પર છુટ્યા બાદ તેને 29 સપ્ટેમ્બરના રાજકોટ જેલમાં હાજર થવાનું હતું તેને બદલે અારોપી જેલમાં હાજર ન થઇ નાસ્તો ફરતો હતો.

જે બાબતે પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડના પીઅેસઅાઇ અેમ.કે.ચાૈધરી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે દિનેશભાઇ અને રઘુવીરસિંહને બાતમી મળતાં અારોપી ભરતને ભુજ માંડવી રોડ પર શિવપારસ પાસેથી ઝડપી પાડ્યો હતો. અાગળની કાર્યવાહી માટે અારોપીને માનકુવા પોલીસ મથકે સોંપ્યો હતો.

ફોટો - http://v.duta.us/6XL_eAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/hCIMXQAA

📲 Get Kutchh News on Whatsapp 💬