પૂર ટાણે વાહનો ભાડે લેવા પાલિકાનેે 43 લાખનો ખર્ચ

  |   Vadodaranews

શહેરમાં એક સાથે એક જ દિવસમાં ત્રાટકેલા 20 ઇંચ વરસાદ બાદ આવેલા પૂરની સ્થિતિ નિવારતાં પાલિકાના તંત્રને એક મહિના કરતાં વધુ સમય લાગ્યો હતો અને તેમાં રાહત બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવાયેલા 1500થી વધુ વાહનોના ભાડા પેટે 43 લાખ રૂપિયાનું ભારણ આવ્યું છે.

તા.31 જુલાઇના રોજ શહેરના માથે આભ ફાટયુ હતુ અને સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયુ હતુ.શહેરની આસપાસ પણ પાણી ભરાયા હતા અને આજવાની સપાટી ભયજનક વટાવી જતાં તેમાંથી પાણી છોડવામાં આવતા શહેરમાં પૂરની સ્થિતિ ઉભી થઇ હતી.

આ સંજોગોમાં,પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકોના બચાવની કામગીરી તેમજ પૂરના પાણી ઓસર્યા બાદ ગંદકીની સાફ સફાઇ માટે વાહનો ભાડે લેવાની જરૂરિયાત ઉભી થઇ હતી.આ કામગીરી ઇમરજન્સીમાં કરવાની હોવાથી ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર વાહનો ભાડે લેવામાં આવ્યા હતા.જેમાં ત્રણ જુદા જુદા ટ્રાવેલ્સ સંચાલકો પાસેથી વાહનો લેવામાં આવ્યા હતા. ખાસ કરીને, મુસાફરી માટેના વાહનો માટે પાલિકાનો ઇજારો હતો તો છોટા હાથીથી લઇને ક્રેઇન સુધીના વાહનો માટે 8 કલાકના રૂા.2160થી રૂા.10800નો ભાવ નક્કી કરાયો હતો. આ વાહનો ભાડે લેવા બદલ ત્રણ એજન્સીએ પાલિકામાં બિલ રજૂ કર્યા છે ....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/8GA8uAAA

📲 Get Vadodara News on Whatsapp 💬