પાવીજેતપુર / ભેસાવહી ગામે દેવ દિવાળી નિમિત્તે આદિવાસીઓ દ્વારા ખત્રીજ દેવી-દેવતા અને પાળિયાઓની પૂજા

  |   Vadodaranews

ભેસાવહી ગામે દેવ દિવાળી નિમિત્તે આદિવાસીઓ દ્વારા ખત્રીજ દેવી-દેવતા અને પાળિયાઓની પૂજા

પાવી જેતપુરઃ પાવીજેતપુર તાલુકામાં ભેસાવહી ગામે દેવ દિવાળી તહેવાર નિમિત્તે આદિવાસી પૂર્વજો દ્વારા સ્થાપવામાં આવેલી ખત્રી જ દેવ-દેવીઓની તેમજ પાળિયાઓની દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ પૂજા કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આદિવાસી સંસ્કૃતિમાં દેવ દિવાળીનું ખૂબ જ મહત્વ હોય છે. પાવીજેતપુર તાલુકાના ગામે મોટી સંખ્યામાં નાના-મોટા દરેક ઉપસ્થિત રહી પોતાના પૂર્વજો દ્વારા સ્થાપવામાં આવેલા એવા ખત્રી જ દેવ-દેવીઓ તેમજ પાળિયાઓની વિશેષ પૂજા કરવામાં આવી હતી. માટીના બનાવેલા ઘોડાઓ આ દિવસે ગામના મુખ્ય સ્થળો ઉપર મૂકીને તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે.

જેનાથી આદિવાસીઓનું માનવું છે કે પોતાનું ગામ પણ સુરક્ષિત રહે છે તેમજ ગામમાં ખુશાલી આવે છે. આમ પાવીજેતપુર તાલુકાના ભેસાવહી ગામે દેવ દિવાળી નિમિત્તે મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉપસ્થિત રહી પોતાના પૂર્વજો દ્વારા સ્થાપવામાં આવેલા દેવ-દેવીઓને પૂજા કરી ઉજાણી કરી ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે દિવાળી ઉજવવામાં આવી હતી.

ફોટો - http://v.duta.us/pZpJvQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/viywWwAA

📲 Get Vadodara News on Whatsapp 💬