બગસરામાં બસનો દરવાજો ખુલી જતા યુવક નીચે પટકાયો

  |   Amrelinews

બગસરામાં વળાંકમાં એસટી બસનો દરવાજો અચાનક ખુલી જતા ચારણ પીપળી ગામનો યુવાન નિચે પટકાયો હતો. જેને ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે.

એસટી બસનો દરવાજો અચાનક ખુલી જતા યુવાન નિચે પટકાયાની આ ઘટના ગઇકાલે બપોરે અઢી વાગ્યાના સુમારે બગસરા શહેરમાં બની હતી. બગસરા તાલુકાના ચારણ પીપળી ગામના નિકુંજભાઇ વિનુભાઇ કસવાળા પોતાના બાપુજી સાથે ગઇકાલે બગસરા માર્કેટીંગયાર્ડમાં કપાસનું વેચાણ કરવા માટે આવ્યા હતાં અને કપાસ વેચી નાખ્યા બાદ બપોરે અઢી વાગ્યે બગસરાથી મેંદરડા અમરેલી રૂટની બસ નં. જી જે 18 વી 8219માં બેઠા હતાં.

બસ બગસરા બાયપાસ પાસેથી પસાર થતી હતી ત્યારે ડ્રાઇવરે ગોળાઇ લેતા દરવાજો અચાનક ખુલી ગયો હતો. જેના કારણે નિકુંજ કસવાળા બસમાંથી પડી જતા ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. હેડ કોન્સ્ટેબલ જે.કે. ડામોર બનાવની તપાસ ચલાવી રહ્યા છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/plCfjQAA

📲 Get Amreli News on Whatsapp 💬