બનાસકાંઠા / કેનાલમાં સફાઇ નહીં કરાતા અને પાણી ન છોડાતા થરાદ નર્મદા કચેરીને તાળાંબંધી

  |   Narmadanews

ઓફિસના તમામ કર્મચારીઓને બહાર કાઢી કચેરીના મુખ્ય ગેટને તાળું મારી દીધું

પાલનપુર,થરાદઃ બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઇગામ, ભાભર તાલુકાના ખેડૂતોને હાલ રવિ પાકમાં પિયતની જરૂર છે અને જીરા તેમજ રાયડાને પાણી આપવાનો સમય છે. તેવામાં થરાદ નર્મદા વિભાગ દ્વારા કેટલાક ગામોની ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી ન છોડાતાં ખેડૂતો રોષે ભરાયા હતા. વાવ અને થરાદના ધારાસભ્ય ગુરુવારે બપોરે ખેડૂતો સાથે થરાદની નર્મદા નહેરની ઓફિસે પહોંચ્યા હતા અને જોડીયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલની તાત્કાલિક સફાઇ કરવામાં આવે અને તેમાં પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે ઓફિસના તમામ કર્મચારીઓને બહાર નીકાળી કચેરીના મુખ્ય ગેટને તાળું મારી દીધું હતું.

થરાદની જોડીયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં સફાઇ કરવાની હતી. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલની સફાઈ કરાઈ ન હતી અને માટી ખસેડવામાં આવી ન હતી. જેના લીધે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું ન હતું. એક સપ્તાહ પૂર્વે બન્ને ધારાસભ્યો અને ખેડૂતોએ થરાદની નર્મદા શાખામાં રજૂઆત કરી જો યોગ્ય ઉકેલ નહીં આવે તો કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના પગલે વાવ ધારાસભ્ય ગેનીબેન અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત ગુરુવારે બપોરે જોડીયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે વાતચીત કર્યા બાદ નર્મદા વિભાગની ઓફિસે જઈ ઓફિસના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને બહાર જવાનું કહી કચેરીના મેન ગેટને તાળું મારી દીધું હતું....

ફોટો - http://v.duta.us/OYB7fQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/6QAnCQAA

📲 Get Narmada News on Whatsapp 💬