બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરતનાં આઠ ગામોની જંત્રી વધારી રૂ.708 કરાઈ

  |   Suratnews

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આવનારી અડચણનો રાજ્ય સરકાર દ્વારા ઉકેલ લાવવા પ્રયાસ કરાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સંપાદનમાં આવતી ઓછી જંત્રી વાળા ગામોની જંત્રીમાં ‌વધારો કરાયો છે. જેમાં સુરત જિલ્લાના રૂ.100થી ઓછી જંત્રી ધરાવતા ગામોની જમીનની જંત્રીમાં વધારીને રૂ.708 કરવામાં આ‌વી છે.

સુરતના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કાર્યવાહીને હવે વધુ વેગ મળશે. આ પ્રોજેક્ટ અંતર્ગત જમીન ગુમાવનાર ખેડૂતોને સરકાર દ્વારા જંત્રી આધારિત વળતર ચુકવવાનો નિર્ણય કરાયો હતો છે. જોકે, કેટલાક ગામોની જંત્રી ઘણી ઓછી હોવાના કારણે ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરાયો હતો. જેમાં સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ અને કામરેજ તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. આ ગામનો ખેડૂતોના વિરોધના પગલે જમીન માપણી સહિતની કામગીરી ખોરંભે પડી છે. ખેડૂતોની માંગને ધ્યાને લઇ મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જંત્રી સમિતી બનાવીને આ ગામોની સંપાદનમાં જતી જમીનનો નવો જંત્રી રેટ તૈયાર કરવા માટે જિલ્લા કલેક્ટરને સૂચના આપી હતી. કલેકટરની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીએ બુલેટ પ્રોજેક્ટ અંતર્ગત સંપાદનમાં આવનારી રૂ.100 કે તેથી ઓછી જંત્રી ધરાવતા ગામોની જંત્રીમાં વધારો કરીને રૂ.708 કરવા માટેનો નિર્ણય કરાયો હતો. બુધવારે ગાંધીનગર ખાતે મહેસૂલ મંત્રી સાથેની બેઠકમાં આ દરખાસ્ત મૂકાઇ હતી. ચર્ચાને અંતે મહેસૂલ વિભાગે આ ગામોની જંત્રી વધારવાના નિર્ણય લીધો છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/U-nHzAAA

📲 Get Surat News on Whatsapp 💬