બિલ્ડરે મારી પત્નીને ધરાર સંબંધ રાખવા ધમકી આપતા માથાકૂટ થઇ

  |   Rajkotnews

શહેરના ગોંડલ રોડ પાસે આવેલા માલવિયાનગર વિસ્તારમાં છ દિવસ પહેલા બનેલી ખૂની હુમલાની ઘટનામાં ઘવાયેલા કટલેરીના વેપારી ગુરુવારે ભાનમાં આવતા પોલીસે તેમનું નિવેદન નોંધ્યું છે. બનાવ બાદ નાસતા ફરતા બિલ્ડર કપિલ કાનજી વાજાને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

માધવપાર્ક-2માં રહેતા અને કટલેરીની દુકાન ધરાવતા તારેશભાઇ હિંમતલાલ દક્ષિણી નામના પ્રૌઢ પર ગત તા.8ની સવારે માલવિયાનગર-1માં કારમાં ધસી આવેલા બિલ્ડર મિત્ર કપિલ કાનજી વાજાએ છરીના સાત ઘા ઝીંકી ખૂની હુમલો કર્યો હતો. જે હુમલામાં પ્રૌઢ ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ બાદ પોલીસે ઘવાયેલા તારેશભાઇના પુત્ર રાજની ફરિયાદ પરથી કપિલ વાજા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો. મિત્ર પર હુમલો કરી બિલ્ડર કપિલ વાજા નાસી ગયો હતો. દરમિયાન છ દિવસની સારવાર બાદ હુમલામાં ઇજાગ્રસ્ત તારેશભાઇ ભાનમાં આવતા માલવિયાનગર પોલીસમથકના પીઆઇ ચુડાસમા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત તારેશભાઇનું નિવેદન નોંધ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/C93aJgAA

📲 Get Rajkot News on Whatsapp 💬