બે દિવસીય હેરિટેજ ઇવેન્ટમાં ખમાવતી અને ચતુર્મુખી વાવના દર્શન કરાવાયા

  |   Suratnews

સુરતની અંદર છુપાયેલો ઐતિહાસિક સમૃદ્ધ વારસો લોકોની સામે આવે એવા હેતુથી કામ કરતી ધરોહર ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય હેરિટેજ ઇવેન્ટ રાખવામાં આવી હતી. જેમાં ઇતિહાસ પ્રેમીઓને ખમાવતી વાવ અને ચતુર્મુખી વાવના દર્શન કરાવાયા હતા. ધરોહર ફાઉન્ડેશનના સંચાલક પ્રકાશ હાથીએ કહ્યું કે, સુરતના ઐતિહાસિક વારસાના સંરક્ષણ અને પ્રમોશન માટે આ સંસ્થા છેલ્લા બે વર્ષથી કાર્યરત છે. ખાસ કરીને યુવાઓ સુરતના આ વારસાથી રૂબરૂ થાય એ મુખ્ય ઉદ્દેશ્ય છે. બે વર્ષમાં અનેક લોકોને હેરિટેજ ઇવેન્ટ અંતર્ગત આ ઐતિહાસિક વારસાની ઓળખ કરાવી છે. જે અંતર્ગત હાલમાં જ બે દિવસીય ઇવેન્ટ થઈ હતી હતી. જેમાં લાલ દરવાજા સ્થિત ખમાવતી વાવ અને ગોપી તળાવની ચતુર્મુખી વાવના દર્શન કરવાયા હતા. જેમાં આર્કિટેક, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ પણ જોડાયા હતા. આગામી સમયમાં સ્કૂલ સાથે આ ઇવેન્ટ થશે. ઇવેન્ટમાં જે તે સ્થળ વિશે માહિતી આપવા સાથે જાહેર ચર્ચામાં સુરતના અન્ય ઐતિહાસિક વારસા વિશે પણ ભરપૂર ચર્ચા થાય છે. પાણીની કમી દૂર કરવા માટે નહીં પણ આ વાવ બનાવવાનો મુખ્ય હેતુ રસ્તા પરથી નીકળતા વટેમાર્ગુઓને પાણીની સુવિધા આપવાનો હતો. એટલે જ મોટાભાગની વાવ રસ્તા નજીક હોય છે. ખમાવતી વાવનું ખમાવતી માતાજીના નામ પરથી નામ પાડવામાં આવ્યું હતું. આજે પણ લોકોને શ્રધ્ધા છે. લગભગ અઢીસો વર્ષ પુરાણી વાવ હોય તેવું તેના બાંધકામ પરથી કહી શકાય છે. જ્યારે ચતુર્મુખી વાવ પણ એટલી જ પુરાણી અને બાંધકામની દૃષ્ટિએ આકર્ષક છે. વિદ્યાર્થીઓને વાવમાં આવેલી વિવિધ વસ્તુઓનું મહત્વ અને એના પાછળનું કારણ જણાવવામાં આવ્યું હતું....

ફોટો - http://v.duta.us/akdynwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/KZjFhwAA

📲 Get Surat News on Whatsapp 💬