ભુજથી ગુમસુદા યુવકની લાશ વિજપાસર પાસે પૂલ નીચેથી મળી

  |   Kutchhnews

ભુજમાં ફતેહમામદના હજીરા પાસે રહેતા 35 વર્ષિય સુલેમાન આમદ સરકી નામના રીક્ષાચાલક પાંચ દિવસ પૂર્વે ગુમ થઇ ગયો હતો દરમિયાન પોલીસની તપાસમાં યુવકની બેરહેમીથી હત્યા થઇ હોવાનું સામે અાવ્યું હતું.

સાસરીયાઓએ જમાઇની હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને ભચાઉના વીજપાસર ગામ નજીક અાવેલા પુલીયા નીચે ફેંકી દીધો હોવાનું સામે અાવતાં બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી અારોપીઅોને રાઉન્ડઅપ કરી પુછતાછ હાથ ધરી છે.

પોલીસ સુત્રમાંથી જાણવા મળતી વિગતો મુજબ, સુલેમાન સરકી ગુમ થયો હોવાની નાના ભાઇ અવેશ મામદ સરકીઅે સોમવારે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધ કરાવ્યા બાદ પોલીસે કેટલીક શક્યતાઓ અને શંકાના આધારે સુલેમાનના સાસરીયાઓની પૂછતાછ કરતાં સમગ્ર ઘટના પર પડદો ઉચકાઇ ગયો હતો. મરનાર સુલેમાન ભાડાની ઑટોરીક્ષા ચલાવતો હતો અને તેના લગ્ન સલમાબેન અમીરહુશેન અન્સારી સાથે થયા હતા અને સંતાનમાં શીફા નામની દિકરી છે. પત્નિ સલમા રીસામણે માવતરના સુરલભીટ રોડ પર અાવેલા હિના પાર્ક-1માં પુત્રી સાથે ચાલી ગઇ હતી. મૃતક તેની દિકરીને મળવા જ્યારે જતો હતો ત્યારે અવાર નવાર ઝઘડો થતો હતો અને સલમાને તલાક લેવા હતા. ગત 10મી નવેમ્બરના ઇદ દિવસે સાંજે સુલેમાન રીક્ષા લઇને સાસરીયામાં ગયો હતો. ત્યારે પત્નિ અને સસરા સાથે ફરી માથાકૂટ અને મારકૂટ થઈ હતી. એ દરમિયાન સુલેમાનની પત્નિ અને સાળા સમીર અંસારી અને સોહેબ અંજારી તથા સસરા અમીરહુશેન પીરમામદ અંસારીઅે ભેગા મળીને ધોકાથી માર માર્યો હતો, જેમાં સુલેમાનને માથામાં ઈજાઓ થતાં ઘરના દરવાજા પર જ પટકાઇ ગયો હતો. બાદમાં સાસરીયાઅોઅે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો પરંતુ ગંભીર ઇજાઅો થવાને કારણે સુલેમાનનું મોત નિપજ્યું હતું....

ફોટો - http://v.duta.us/W-ymlAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/rMzpwwAA

📲 Get Kutchh News on Whatsapp 💬