ભુજમાં જન જાગૃતિ મેરેથોન દોડ યોજાઇ

  |   Kutchhnews

14મી નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી નિમિતે એનસીડીસેલ, જી.કે. જનરલ હોસ્પિટલ દ્વારા જનજાગૃતિ મેરેથોન દોડનું આયોજન કરવામાં અાવ્યું હતું.

અા કાર્યક્રમાં નર્સિંગ સ્કુલ ભુજના વિદ્યાર્થીઓએ મેરેથોન દોડ દ્વારા જાગૃતિ લાવવાનું કોશિશ કરી હતી. તથા અેનસીડી સેલના સ્ટાફએ ભાગ લીધો હતો.

આ મેરેથોન દોડ રેલીથી લોકોમાં ડાયાબિટીસ રોગ વિષે વધારે જાગૃતતા આવે તે માટે અપીલ કરાઇ હતી. અા પ્રસંગે સિવિલ સર્જન ડૉ. કશ્યપ બુચ, પ્રોગ્રામ અોફિસર ડો. જશ અજમેરા, પ્રિન્સિપાલ ગીતાબેન ગોરએ મેરેથોનદોડને લીલી ઝંડી અાપી હતી. મેરેથોન દોડ જનરલ હોસ્પિટલથી આગળ વધી જયુબેલી સર્કલ થઇ હોસ્પિટલ રોડ થઇ જનરલ હોસ્પિટલ પુર્ણ થઇ હતી. આ મેરેથોન દોડ, રેલીને સફળ બનાવવા માટે ડૉ.જયવીર સિંહ ઝાલા, નીરવભાઈ ગોહિલ સહિતના સભ્યોઅે જહેમત ઉઠાવી હતી. ટ્રાફિક પોલીસે પણ વ્યવસ્થા સંભાળી હતી.

ફોટો - http://v.duta.us/QOcjuwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/1sb4YQAA

📲 Get Kutchh News on Whatsapp 💬