ભાયુ ભાગની જમીન મળતી ન હોઇ યુવાને ઝેર પી લીધંુ

  |   Amrelinews

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામનો યુવાન હિરા ઘસવાનું કામ કરતો હોય પરંતુ એક તરફ હિરાની મંદિ હોય અને બીજી તરફ ભાયુ ભાગની જમીન તેને મળતી ન હોય ઝેરી દવા પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયો છે. યુવાને ઝેર પી લીધાની આ ઘટના ગઇકાલે સવારે સાડા નવેક વાગ્યાના સુમારે સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામની સીમમાં જુના લીખાળાના કેડે બની હતી. અહિંના રત્ન કલાકાર ગોવિંદ દામજીભાઇ બોદડ (ઉ.વ. 44) નામના યુવાને કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. આ યુવાને પોલીસને એવુ જણાવ્યુ હતું કે તે હિરા ઘસવાનું કામ કરે છે પણ તે મંદિ હોવાથી કામ થતુ નથી. તેના પરિવારની સંયુક્ત જમીન 20 વિઘા છે. જે ત્રણેય ભાઇઓને પાંચ-પાંચ વિઘા તથા તેની માતાના ભાગે પાંચ વિઘા છે પરંતુ જમીનના ભાગ પાડેલા ન હોય અને તેની માતા જમીનનો ભાગ પાડી દેતી ન હોય લાગી આવવાથી આ યુવાને ઝેર પીધુ હતું.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/2uHGrQAA

📲 Get Amreli News on Whatsapp 💬