ભરૂચ / Mp મનસુખ વસાવાનો ફરી બફાટ, કહ્યું- ભાજપની સરકાર હોવાને લીધે જ સુપ્રીમે રામ મંદિર બાંધવાનો ચુકાદો આપ્યો

  |   Bharuchnews

ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં નિવેદન આપ્યું

રામ મંદિર અંગેના ચુકાદા પર પાર્ટીને શ્રેય આપવાનો પ્રયાસ

વડોદરાઃ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું છે કે, ભાજપ સરકાર હોવાને કારણે રામ મંદિર બાંધવાનો સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આમેય મનસુખ વસાવાને ગમેતેવા નિવેદનો આપીને વિવાદમાં ચમકતા રહેવાની ટેવ છે જેનું તેમણે ફરી પુનરાવર્તન કર્યું છે.

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપણી તરફે આપ્યોઃ મનસુખ વસાવા

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોના કારણે વિવાદમાં આવતા રહે છે. ભરૂચ ખાતે ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહેલા મનસુખ વસાવાએ રામ મંદિર અંગે વિવાદીત નિવેદન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, રામ મંદિર કેટલો મોટો મુદ્દો હતો. કેટલા વર્ષો વિતી ગયા. દેશ આઝાદ પણ થયો નહતો એ સમયથી રામ જન્મભૂમિનું આંદોલન ચાલતું હતું. કેટલા લોકો શહીદ થયા છે કેટલાય આંદોલન કર્યા છે. પરંતુ જે મુદ્દો આપણી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં હોવાના કારણે સુપ્રીમે ચુકાદો આપ્યો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે રામ મંદિર બાંધવા અંગેનો ચુકાદો આપણી તરફે આપ્યો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/D3ZAVgAA

📲 Get Bharuch News on Whatsapp 💬