મુખ્યમંત્રી તો ઠાકરે પરિવારનો બનશે તે નક્કી પણ ઉદ્ધવ કે આદિત્ય! શિવસેના ખેલી શકે છે દાવ

  |   Gujaratnews

મહારાષ્ટ્રમાં બિનભાજપી સરકાર બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે. શિવસેના-કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સરકાર બનાવવાને લઈને લગભગ સહમતી સધાઈ ગઈ છે. હવે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેમાંથી કોણ મુખ્યમંત્રીએ બનશી તે તસવીર હજી સુધી સ્પષ્ટ થઈ શકી નથી.

જોકે શિવસેનાએ આદિત્ય ઠાકરેને આગળ વધારી ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપ સાથે સંબંધો તુટતા કોંગ્રેસ અને એનસીપી જેવા રાજકીય દળો સાથે મળીને સરકાર બનાવી રહી છે. શરદ પવાર જેવા રાજનેતા સાથે તાલ બેસાડવો અને ભાજપ જેવા મજબુત વિપક્ષનો સામનો કરવો એ એક મોટો પડકાર હશે.

આવી રીતે બની સહમતિ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર સરકાર બનાવવાને લઈને શિવસેના-કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. ત્રણેય પક્ષ વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામને લઈને સહમતિ બની ગઈ છે. આ ફોર્મ્યુલા અંતર્ગત શિવસેનાને પૂરા પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી પદ મળશે, જ્યારે કોંગ્રેસ અને એનસીપીનો એક એક ડેપ્યુટી સીએમ રહેશે. આ ઉપરાંત મંત્રીમંડળમાં એનસીપીને 14, કોંગ્રેસને 12 મંત્રીપદ મળશે. તો શિવસેનાના મુખ્યમંત્રીપદ ઉપરાંત 14 મંત્રી બનાવવાને લઈને સહમતિ સધાઈ છે....

ફોટો - http://v.duta.us/9Y_1PAEA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/XIVN9QAA

📲 Get gujaratnews on Whatsapp 💬