મોડાસા / બે સગાભાઇઓ, હિંમતનગરના પરબડા અને ભોલેશ્વરમાં 8 લોકો શંકાસ્પદ ડેન્ગ્યુના ભરડામાં

  |   Himatnagarnews

સતત તાવ આવતાં સુધારો ન થતાં રિપોર્ટમાં શંકાસ્પદ ડેન્ગ્યુ આવ્યું

મોડાસા- હિંમતનગરઃ મોડાસા શહેરના માલપુર રોડ પરની કાર્તિકેય સોસાયટીમાં રહેતા બે સગાભાઇઓને શંકાસ્પદ ડેન્ગ્યુ હોવાનું બહાર આવતાં પરિવાર પારેવાની માફક ફફડી ઉઠ્યું છે.હિંમતનગરને અડીને આવેલા પરબડા અને ભોલેશ્વરમાં 8 દર્દીઓ શંકાસ્પદ ડેન્ગ્યુના ભરડામાં સપડાતાં ગામમાં હાહાકાર મચી ગયો છે.

મોડાસાના માલપુર રોડ પરની કાર્તિકેય સોસાયટીમાં રહેતો 28 વર્ષિય યુવાન બીમારીમાં સપડાતા તેને દવાખાનામાં સતત ત્રણ દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. પરંતુ તબિયતમાં સુધારો ન જણાતા પરિવાર તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયું હતુ. જ્યાં તેને શંકાસ્પદ ડેન્ગ્યુ હોવાનું નિદાન થતા પરિવારમાં દોડધામ મચી ગઇ હતી. જો કે એક ભાઇ હોસ્પિટલમાં માંદગીના બિછાને પડ્યો હતો. ત્યાં તો 26 વર્ષિય નાનોભાઇ પણ બીમારીમાં સપડાતાં પરિવાર તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યું હતું. જ્યાં તેને પણ શંકાસ્પદ ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું હતુ....

ફોટો - http://v.duta.us/H-CL5gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/N-MpAgAA

📲 Get Himatnagar News on Whatsapp 💬