મોબાઇલ-ઇન્ટરનેટના કારણે શિક્ષકનું કાર્ય પડકાર રૂપ બન્યું

  |   Suratnews

'આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં ઘરે-ઘરે મોબાઇલ પહોંચી ગયા છે. વિદ્યાર્થી મોબાઇલ દ્વારા કોઈ પણ વિષય અંગે જાણકારી ઘરે બેઠા ખૂબ સરળતાથી મેળવી શકે છે. તેથી શિક્ષકનું કાર્ય પડકારજનક બની ગયું છે. આમ છતાં વિશ્વભરમાં એ વાતનો સ્વીકાર થયો છે કે, શિક્ષકનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. પહેલાંના સમય કરતાં આજે શિક્ષકનું મહત્ત્વ ઘટી રહ્યું છે, આ વાતનો પણ સૌ સ્વીકાર કરે છે. શિક્ષકે પોતાનું મહત્ત્વ વધારવા સારું વાંચન, શ્રવણ અને મનન દ્વારા વિકસવું અનિવાર્ય છે. શિક્ષક પ્રેમ, હૂંફ અને લાગણી દ્વારા વિદ્યાર્થીઓના દિલમાં પોતાનું આદરભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. શિક્ષણને આનંદદાયી બનાવવા માટે શિક્ષક, આચાર્ય, શાળા સંચાલક અને વાલી આધાર સ્તંભો છે. શિક્ષક વર્ગનો રાજા છે, તે પોતાની કાર્ય કુશળતાથી વિદ્યાર્થીઓ માટે રોલ મોડલ પણ બની શકે છે. ' રાહી પબ્લિક સ્કૂલ-કારેલી ખાતે 'આનંદદાયી શિક્ષણ' વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વાત રાજેશ ધામેલિયાએ કરી હતી....

ફોટો - http://v.duta.us/ODFZmQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/wxQfOwAA

📲 Get Surat News on Whatsapp 💬