યુનિ.એ ડો. હિરનેશને પગાર ચૂકવતાં શિક્ષણમંત્રીને ફરિયાદ

  |   Suratnews

સુરત ઃ નર્મદ યુનિ. ડો. હિરનેશ ભાવસારને સવા લાખનો પગાર ચૂકવવા જઈ રહી છે. જેથી સિન્ડિકેટ સભ્ય સંજય દેસાઇએ શિક્ષણમંત્રીને ફરિયાદ કરી છે. કુલપતિએ શિક્ષણ વિભાગની અને સિન્ડિકેટની જાણ વિના ડો. ભાવસારને યુનિ.ના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પદ પર બેસાડ્યા. કુલપતિએ ડૉ. હિરનેશને ઇ.રજિસ્ટ્રાર બનાવ્યા બાદ 70,000 જેટલો અડધો પગાર ચૂકવી દીધો હતો. જેની જાણ શિક્ષણ વિભાગને થતાં તેમણે તરત કુલપતિને આદેશ કરી ડો. હિરનેશને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પદથી હટાવવાનો આદેશ કર્યો હતો. જે પછી પગાર ચૂકવવાની બાબત સિન્ડિકેટમાં મૂકાય હતી. જેમાં સિન્ડિકેટ સભ્ય ડો. કશ્યપ ખરચીયા, સંજય દેસાઇ, ભાવેશ રબારી અને ડો. મહેન્દ્ર મહિડાએ વિરોધ કર્યો હતો. કુલપતિએ પોતાના કેમ્પના સભ્યો દ્વારા આ બાબત બહુમતીથી પાસ કરી દીધી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/pQs1VQAA

📲 Get Surat News on Whatsapp 💬