યુનિવર્સિટીની હોસ્ટેલોમાં મનોરંજન કક્ષનું લોકાપર્ણ

  |   Porbandarnews

પાટણ : યુનિ.માં 14 જાન્યુઆરી વિશ્વ બાળ દિવસની ઉજવણી અંતર્ગત કેમ્પસમાં આવેલ યુજી, પીજી અને એસટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સમય પસાર કરવા માટે મનોરંજન કક્ષનું કુલપતિ ડો અનિલ નાયકના હસ્તે લોકાર્પણ કરાયું હતું. જેમાં ટેલિવિજન, કેરમ અને ચેસ જેવી રમતો માટેની વ્યવસ્થા ઊભી કરાઇ છે. આ પ્રસંગે એસપી અક્ષયરાજ મકવાણા, ઇસી મેમ્બર શૈલેષ પટેલ, અને સ્ટાફગણ હાજર રહ્યા હતા .

મઘાપુરામાં નિવૃત્ત કર્મચારીનો વિદાય સમારોહ

રાધનપુર : રાધનપુરની કે.બી.વકીલ હાઈસ્કૂલના નિવૃત્ત થયેલા કર્મચારી જેહાભાઈ દઝાભાઇ ચૌધરીનો વિદાય સમારોહ તાલુકાના મધાપુરા ગામે ગ્રામજનો તેમજ અર્બુદા યુવક મંડળ દ્વારા યોજાયો હતો. જેમાં સંતો પૂ.ગોવિંદપુરી બાપુ,પૂ.બટુક મહારાજ અને પૂ.અખંડાનંદજી સ્વામીએ હાજર રહીને આર્શિવચન પાઠવ્યા હતા. બંધવડ સંસ્કારધામ વિદ્યાલયના પૂર્વ આચાર્ય મગનભાઈ દેસાઈએ નિવૃત્ત થતા જેહાભાઈને આગામી જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.જેમાં બી.ડી.ઝાલા, મુકુંદભાઈ દાવડા,રાઉમાં હાજી સાહેબ,મહેશભાઈ જોશી હાજર રહ્યા હતા. સંચાલન લોકસાહિત્યકાર તેજાભાઈ ચૌધરી-શિક્ષક પેથાભાઈ ચૌધરીએ કર્યું હતું.

ફોટો - http://v.duta.us/SLTzKAEA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો - - http://v.duta.us/ad-ecAAA

📲 Get Porbandar News on Whatsapp 💬